24-01-2026 વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ 2026
આજ રોજ શાળામાં
વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ જાન્યુઆરી 2026
નું આયોજન શાળાના રમણીય અને લીલાછમ પટાંગણમાં કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આખું
વર્ષ દરમ્યાન શૈક્ષણિક તથા અન્ય ઈતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓને ઈનામો
એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ દેસાઈ, શ્રી રોહિતભાઈ નાયક, શ્રી ભરતભાઈ નાયક, શ્રી કૌશિકભાઈ દેસાઈ અને શ્રી હરેશભાઈ વશી, સાહેબશ્રીઓએ ઉપસ્થિત રહી ઈનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવી ઈનામો એનાયત કર્યા હતા.
કાર્યક્રમમાં અરુણભાઈ (નાનુ ફાઉન્ડેશન યુ.એસ.એ) દ્વારા શાળાના સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પાડયું હતું. અને શાળાના તમામ વિદ્યાર્થી માટે બુટ આપવાની પણ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે શાળાના અચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા સાહેબશ્રીએ તથા સમગ્ર શાળા પરિવારે ઈનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.


No comments:
Post a Comment