તા:28-02-2026, નાં રોજ શેઠ.પુ.હ.વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી.
તા:28-02-2026 ના રોજ આપણી શાળા શેઠ.પુ.હ. વિદ્યાલયમાં શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓ સાથે "રાષ્ટીય વિજ્ઞાન દિવસની" ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટીય વિજ્ઞાન દિવસનું મહત્વ વિશે સમજ આપી હતી, અને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9-F ની વિદ્યાર્થીની મોદી આયુષી દ્વારા વિષયને અનુરૂપ વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા અને સુપર વાઈઝરશ્રી શૈલેન્દ્રભાઈએ રાષ્ટીય વિજ્ઞાન દિવસની શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
એક નજર... કેટલીક તસવીરો પર...
THANKS.....
No comments:
Post a Comment